મનુભાઈ પંચોળી

ાસફફગગરતયયરર

Posted in મારાં લખાણો | Leave a comment

ડૉ.રવીન્દ્ર દવે : એક ઉત્ત્મ કેળવણીકાર

ડૉ. રવીન્દ્ર દવે : પાશ્ચાત્ય અને ભારતીય શિક્ષણ પ્રણાલી મૂલ્યાંકન.

પ્રવીણ, કે, મકવાણા, આચાર્યશ્રી,

આંગણકા પ્રાથમિક શાળા, તા : મહુવા, જિ : ભાવનગર. મો, ૯૪૨૮૬૧૯૮૦૯

pravinmakwana23@gmail.com.

ડૉ.રવીન્દ્ર દવે શિક્ષણ ક્ષેત્રે પી.એચ.ડી. કરી એન.સી.ઇ.આર.ટી. માં પ્રાધ્યાપક બની શિક્ષણ સુધાર માટે ઘણા પ્રેરક કાર્યો કરી એક ઉમદા કેળવણીકાર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. શિક્ષણ જગતને ૩૦ ( ત્રીસ ) કરતાં વધુ પુસ્તકો આપીને શિક્ષણ વિષયક માર્ગદર્શન આપ્યું છે. તેમના વિચારો આપણને પ્રેરણા આપે છે.

યૂરોપીયન અને ભારતીય શિક્ષણ પદ્ધતિ.

યૂરોપીયન શિક્ષણ પદ્ધતિમાં પ્રાથમિક કક્ષાથી જ બાળકના માતા પિતા શિક્ષણ પ્રત્યે જાગ્રત હોય છે. આપણે ત્યાં હજી જાગ્રત થવાની વિશેષ જરૂર છે. યૂરોપીયન શિક્ષણ પદ્ધતિ પ્રમાણે સચેત થવાની જરૂર છે. યૂરોપના લગભગ તમામ દેશોમાં સરકારી શાળાઓ છે; છતાં પણ ત્યાંનું શૈક્ષણિક સ્તર ઊંચું છે. ભારતમાં જેટલી પણ સરકારી શાળાઓ છે; ત્યાં શૈક્ષણિક સ્તર નીચું શા માટે છે ? આ એક સંશોધનનો વિષય છે. યૂરોપમાં પ્રાથમિક અને માધ્યમિક કક્ષાઓમાં શિક્ષણ ઉચ્ચ સ્તરનું છે. એવું ભારતમાં નથી. આવી ઘણી બાબતો આપણે સુધારવાની છે. યૂરોપની સરકારી શાળાઓએ શિક્ષણ-પ્રશિક્ષણ બંન્નેનો સમન્વય કર્યો છે. શાળાઓમાં સમયાંતરે મૂલ્યાંકન થતું રહે છે. અધ્યાપક તથા સંરક્ષક શિક્ષણ પ્રત્યેની દ્રષ્ટિથી પૂર્ણ બને તે માટે સતત કાર્યરત રહે છે. ત્યાં શિક્ષકોને જે પ્રશિક્ષણ આપવામાં આવે છે તે ખૂબ જ કઠણ હોય છે. અથાક પરિશ્રમ કર્યા બાદ જ સફળતા મળે છે. પ્રશિક્ષિત શિક્ષકો વાસ્તવમાં ઉચ્ચ કોટિના હોય છે. એમની સેદ્ધાંતિક અને ક્રિયાત્મક બંન્ને પ્રકારની કુશળતાઓ ખૂબ જ સારી હોય છે. જ્યારે ભારતમાં એવું નથી. આથી આપણે આ બધું યૂરોપમાંથી શીખવા જેવું છે.

ભારતીય સમાજની આશાઓ અને અપેક્ષાઓ.

આજે ભારતીય સમાજમાં શિક્ષણનું સ્તર ઘણું જ નીચું છે. આ સમાજ માટે શિક્ષણ સ્તર ઊંચે લઇ જવું ખૂબ જ જરૂરી બની ગયું છે. આજે ૩૫ ( પાત્રીસ ) ટકાએ વિદ્યાર્થીઓને આપણે પાસ કરી આગળ ધકેલી દઇએ છીએ. આ સ્તર ઊંચું લાવવા માટે સહિયારો પ્રયત્ન કરવો પડશે તો જ ભારતનો ઓદ્યોગિક વિકાસ સંભવિત બનશે. નિરક્ષરતા તો સંપૂર્ણ નાબૂદ કરવી પડશે. વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રકારનું સામાન્ય જ્ઞાન આપવામાં આવશે તો જ ઓદ્યોગિક શિક્ષણ ઉત્તમ થઇ શકશે. આધુનિક ઓદ્યોગિક સમાજવ્યવસ્થા માટે સામાન્ય જ્ઞાન તો પાકું બનાવવું જ પડશે.

વૈશ્વિકસ્તરે ભારતીય શિક્ષણપ્રણાલીનું મૂલ્યાંકન.

આપણા દેશમાં સારા વિદ્યાલય, મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલય ખૂબ જ ઓછાં છે. માત્ર આઇ.આઇ.ટી. અને નવોદય વિદ્યાલયોનું શિક્ષણસ્તર સારું છે. સારા શૈક્ષણિકસ્તર ધરાવતી શિક્ષણ સંસ્થાઓ વધે તે ખૂબ જ જરૂરી છે. જેમની ઉપલબ્ધિ ખૂબ હોય એવી સંસ્થાઓ બહુ ઓછી છે. આપણા દેશમાં શિક્ષણ માટે બહુ ઓછો ખર્ચ થાય છે. જે વધારવાની જરૂર છે. અર્ધવિકસિત દેશોની તુલનામાં પણ એ ઓછું છે. વિકસિત દેશોને ધ્યાનમાં રાખીને શિક્ષણ પાછળ વધારે ખર્ચ કરવો જોઇએ.

૨૧મી સદી માટે ભારતીય શિક્ષણપ્રણાલીમાં જરૂરી ફેરફારો.

પ્રાથમિક શિક્ષણનું સાચા અર્થમાં સાર્વત્રિકરણ થવું જ જોઇએ. બાળકના શિક્ષણ માટે મા-બાપે સચેત બનવું અનિવાર્ય છે. ૨૧મી સદીમાં ૪૦૦થી ૫૦૦ ટેકનિકલ અને વ્યવસાયલક્ષી વિષયોનું શિક્ષણ આપવામાં આવે તો જ નવી સદીની જનતાની અપેક્ષાઓ સંતોષી શકાય તેમ છે. પ્રૌઢ શિક્ષણમાં કાર્ય પુરૂં કરી નિરંતર શિક્ષણ અપનાવવું પડશે. ૨૧મી સદીના સમાજે એક અધ્યયનશીલ સમાજ બનવું પડશે. ૨૧મી સદીમાં જે દેશ અધ્યયનશીલ સમાજ બનશે તે સમાજ અને દેશ જ આર્થિક વિકાસ કરી શકશે. આવનારી સદીમાં જ્ઞાન અને તાલીમનું મહત્ત્વ એટલું બધું વધશે કે અધ્યયનશીલ સમાજવાળો દેશ જ ખૂબ પ્રગતિ કરી શકશે. શાબ્દિક શક્તિવાળો શિક્ષક જ શિક્ષણકાર્ય ખૂબ સારી રીતે કરી શકે છે. આથી શિક્ષકે સારા વક્તા બનવું જોઇએ. ક્ષમતાલક્ષી યોજનાનો પ્રસાર અને ક્ષમતાલક્ષી અધ્યાપન ખૂબ જ જરૂરી છે. આપણી ભાષાનીતિમાં પણ ફેરફાર લાવવાની જરૂર છે. દેશના સાર્વત્રિક વિકાસ માટે માતૃભાષા અને રાષ્ટ્રભાષા ખૂબ જ આવશ્યક છે. એમાં કમજોરી એ આખા દેશની કમજોરી છે. આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં પ્રભુત્વ પ્રાપ્ત કરવું ખૂબ સારી બાબત છે; પણ માતૃભાષા અને રાષ્ટ્રભાષાનો વિકાસ અટકવા લાગે તેવું થવું જોઇએ નહીં. આપણી માતૃભાષાઅને રાષ્ટ્રભાષા ફક્ત વાર્તાઓ, નવલકથાઓ, તથા કવિતા છાપવા પૂરતી મર્યાદિત રહી જાશે તે કેમ ચાલશે ? એમાં આપણે આધુનિક ટેકનીકલ સાહિત્ય વિકસિત કરી શકીશું નહીં તો આપણે વિશ્વસ્તરે પાછળ રહી જઇશું. જાપાન, ફ્રાન્સ, નોર્વે, તેમજ ઇંગ્લેંન્ડ વગેરે દેશોમાં પોતાની ભાષામાં ફકત કવિતા, વાર્તા, નવલકથા જ નહિ, પરંતુ વિજ્ઞાનના પુસ્તકો પણ ખૂબ લખાય છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી પર પણ એ દેશવાસીઓએ પ્રાપ્ત કર્યું છે. બુનિયાદી શિક્ષણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરીને સમયાનુસાર આધુનિકરણ દેશ માટે ખૂબ જ યોગ્ય છે.

(  ડૉ. માલતી દુબેના હિન્દી લેખનો ભાવાનુવાદ કરીને રજૂ કરેલ છે.)

Posted in મારાં લખાણો | Leave a comment

જવાહરલાલ નહેરુ

પંડિત જવાહરલાલ નહેરુ : સમાજ પરિવર્તનમાં શિક્ષણની ભૂમિકા.

પ્રવીણ, કે, મકવાણા, આચાર્યશ્રી,

આંગણકા પ્રાથમિક શાળા, તા : મહુવા, જિ : ભાવનગર. મો, ૯૪૨૮૬૧૯૮૦૯

ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ કહેતા કે , Life and Time are the world’s best teachers, Life teaches us to make good use of time and Time teaches us the Value of Life.  અહીં આપણને સમયની ઉપયોગીતા સરસ રીતે સમજાવી દીધી.

પંડિત જવાહરલાલ નહેરૂ એક ઉમદા તત્ત્વચિંતક, સાહિત્યકાર તેમજ કેળવણીકાર પણ હતાં. નહેરૂજી માનતા કે ‘ જીવન જીવવા આડે આવતી સમસ્યાઓને જે જ્ઞાન ઉકેલે તે જ કેળવણી. આમ કેળવણી ખરા અર્થમાં સમસ્યાઓના ઉકેલ માટે અવલોકનપૂર્વકનું નિશ્ચિત જ્ઞાન, મનન, વૈજ્ઞાનિક પદ્ધતિ પણ છે. એ જ તત્ત્વજ્ઞાન કાયમી રહે છે કે જે માનવીની મુશ્કેલીઓને નિવારવા માટે માર્ગ ચીંધે. એ જ તત્ત્વજ્ઞાન જીવંત ગણાય છે કે જે દૈનિક જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે યોગ્ય જ્ઞાન, પદ્ધતિ, અને અભિગમ શીખવાડી દે. માનવ જીવનની ઘટમાળમાં વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓ તેમજ અભિગમો દ્વારા આખાય જીવન દરમિયાન આવતા પરિવર્તનોથી આપણે સારી રીતે જીવન જીવી શકીએ.

નહેરૂજી આપણા ભારતીય સમાજમાં પરિવર્તન લાવવા માટે શિક્ષણની ભૂમિકા અગત્યની માનતા હતા. સમાજના પ્રત્યેક વ્યક્તિને મળવુ જોઇએ, વળી શિક્ષણ મળ્યા બાદ તેના મોભામાં ફેર પડવો જોઇએ. ભારતમાં શિક્ષણને ઉચ્ચ સ્થાન મળે તે માટે નહેરૂજી કટીબદ્ધ હતા. નહેરૂજીએ તો ભારતમાં અને વિદેશમાં એમ બંન્ને ભૂમિ પર શિક્ષણ લીધુ હતું. આમ તેઓ ભારતીય અને પાશ્ચાત્ય એમ બંન્ને સંસ્કૃતિ તથા સભ્યતાના મર્મ સમજેલા મહાપુરૂષ હતા. આથી જ નહેરૂજી ભારતીય તત્ત્વજ્ઞાનના ‘ નિર્ભયતા ‘ ને ચિંતનનું મુખ્ય ઘટક માનતા હતા. નિર્ભયતા દ્વારા જ માનવ ત્યાગ અને સહિષ્ણુતા તરફ વળે છે. જ્યારે ભારતીય પંચવર્ષીય યોજના માટે અમલીકરણની વાત આવી ત્યારે તેમણે પહેલો આધાર શિક્ષણ પર જ મૂક્યો. તેઓ કહેતા કે “ હું શિક્ષણમાં માનું છું, સુકુમાર બનાવી દેનાર અધ્યયનમાં નહિ, સુકુમાર બનાવનારું અધ્યયન જો કે સારું હોય છે પણ તે શિક્ષણ હોતું નથી. શિક્ષણ એ દ્વિધ્રુવી છે. એક તો મનુષ્યને કશુંક ઉત્પાદક કામ કરતા શીખવતું ઉત્પાદક ધ્રુવ ઉભય જરૂરી છે. “ તેઓ કન્યાઓના શિક્ષણ ઉપર પણ વિશેષ ભાર આપતા હતા. નારી શિક્ષણ પ્રથમ તો ખૂબ જરૂરી છે. જો સર્જનાત્મક કલ્પનાશીલતા માનવીમાં ન આવે તો તેનો વિકાસ રૂધાય છે. ક્રીયા વગરનો વિચાર વ્યર્થ છે તેમજ વિચાર વિનાની ક્રિયા મૂર્ખતા છે. નહેરૂજી એ બુનિયાદી શિક્ષણ માટે હિમાયત કરી હતી. બાળકના શિક્ષણ પાછળ તેના માતા-પિતા અને પરિવાર પણ આધાર રાખે છે. માનવીના જીવન વ્યવસાયનો હેતુ નક્કી કરવો અઘરો નથી પણ જીવન પ્રત્યેનો સામાન્ય અભિગમ નક્કી કરવો ખૂબ જ અઘરો છે. શિક્ષણના હેતુઓની બાબતમાં તેમનું ચિંતન શારીરિક અને માનસિક ક્ષમતાના સમાન વિકાસને કેન્દ્રમાં રાખનારું હતું. તેઓ માનતા કે પદાર્થ વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, જીવવિદ્યાવિજ્ઞાન આ બધું જેટ્લું ભાઇઓ માટે જરૂરી છે તેટલું જ બહેનો માટે પણ જરૂરી છે. ભારતના સમગ્ર જીવનને પરિવર્તિત કરનારું જો કોઇ પ્રબળ તત્ત્વ હોય તો તે નારી છે. આ માટે નારી જ્ઞાનવાન બને તે ખૂબ જ જરૂરી છે. સ્ત્રીઓ જો કેળવણી સુચારુ રીતે પામે તો સમાજના દૂષણો આપોઆપ દૂર થઇ જાય છે. સમાજના દરેક ક્ષેત્રોમાં નારીઓનું પ્રભુત્વ હોય તો ભાવિના એંધાણ ઉજળા છે. આજની પેઢી જો શ્રમ અને ત્યાગ શીખશે તો ભારતનું ભાવિ ઉજળુ બનશે.

આમ જવાહરલાલ નહેરુ માત્ર વડા પ્રધાન નહિ પણ ઉમદા કેળવણીકાર હતાં. તેઓનું ચિંતન આપણને સમસ્યા ઉકેલનું જ્ઞાન, નિર્ભયતા, ત્યાગ,સહિષ્ણુતા, કન્યા શિક્ષણ, શ્રમ અને વૈજ્ઞાનિક વલણો જેવાં માનવમૂલ્યો શીખવી દે છે.

Posted in Uncategorized | Leave a comment

મનુભાઈ પંચોળી

મનુભાઇ પંચોળી : સર્વોદય સિદ્ધાંત દ્વારા ગ્રામીણ અર્થતંત્રનો વિકાસ.

પ્રવીણ, કે, મકવાણા, આચાર્યશ્રી,

આંગણકા પ્રાથમિક શાળા, તા : મહુવા, જિ : ભાવનગર. મો, ૯૪૨૮૬૧૯૮૦૯

pravinmakwana23@gmail.com.

આપણો દેશ લોકશાહી દેશ છે આથી આપણે યુરોપ, અમેરિકા, વગેરે લોકશાહીવાળા દેશો કરતાં જુદી રીતે વિચારવું પડશે. આપણો મોટાભાગનો સમાજ ગામડામાં રહે છે. શહેરી ઢબ પ્રમાણે ગામડાઓનો વિકાસ થઇ શકે નહીં. જ્યારે ગામડામાં લોકો પોતે પોતાના પ્રશ્નો ઉકેલવાની શરૂઆત કરે ત્યારે જરૂરથી પાયાની માળખાગત સુવિધાઓ સુધરવા માંડશે. ગામડાઓ પોતે પોતાના પ્રશ્નો ત્યાગથી ઉકેલવા લાગશે ત્યારે જ અહિંસાના પાયા ઉપર સમાજરચના થશે.

ગામડાના લોકો અઢી ટકા હિસ્સો ગામ માટે કાઢશે ત્યારે ઝગડાના મૂળ કારણો પણ મટી જશે. ગામડાની અર્થરચના એવી છે કે જેનો પાયો એ છે કે આ આવક મારી એકલાની નથી તેમાં પાછળ રહેવાવાળાઓનો પણ ભાગ છે. આથી હું મારી મિલકતનો વીસમો ભાગ અને વાર્ષિક આવકનો ચાલીસમો ભાગ આપવાનું કબૂલું છું. સુલભ ગ્રામદાનની વાતનો પ્રત્યક્ષ દેહ આ છે. જો આટલી શુભ શરૂઆત દેશમાં થશે તો આખો પ્રવાહ બદલાઇ જશે. હિંદુસ્તાનનાં ગામડાઓ જો આવો સંકલ્પ કરે તો તેની અસર દિલ્હી સુધી થયા વગર રહેશે નહીં. દેશની અર્થરચના પર અને દેશના પ્લાનિંગ પર પણ જરૂર અસર થશે. જે છેલ્લો છે તેનો પહેલા વિચાર થાય તો ‘ સર્વોદય ‘ થાય. આમ ગામડાના ઉદય માટે Unto This Last, નવું અર્થતંત્ર છે.

ગ્રામદાનનું ઘણું મોટું મહત્ત્વ છે. આમ થાય તો પ્લાનિંગ અને લોકશાહીની સિકલ બદલાયા વગર ન રહે. આજે આપણું કેમ કોઇ સાંભળતું નથી ? કારણ કે આપણે શક્તિ વિના બોલીએ છીએ. આપણા શબ્દ પાછળ કોઇ પીઠબળ નથી. ગામ લોકોના ગ્રામદાનના સંકલ્પથી એ પીઠબળ મળે છે. આપણા બોલમાં બળ આવે છે. ગામના ગરીબ વર્ગને કામ આપવાનું એકલા ગામડાંથી બની શકવાનું નથી, કારણ કે એની શક્તિ મર્યાદિત છે. પરંતુ તે થોડો ત્યાગ કરે તો દબાણપૂર્વક બીજાને કહી શકશે વળી આ કાર્યક્રમ અઘરો નથી. ગ્રામદાન હવે સુલભ બન્યું છે. આપણે આપણી શક્તિ મુજબના રસ્તા ચીંધવાના છે. મોંઘવારીની ફરિયાદ પણ થવાની જ છે. મહેરબાની કરીને ગામનાં લોકોને એમ ન કહેતાં કે તમારા બધા પ્રશ્નોના ઉકેલ ગ્રામદાનમાં છે, સિમેન્ટ કે પતરાં નથી મળતાં તો તે તમે ક્યાંથી લાવી આપવાનાં ? અલબત્ત, આપણે આપણી શક્તિ પર જ મકાન ખડું કરવાનું છે.

છેલ્લાં છેલ્લો તે અસ્પૃશ્ય :  અસ્પૃશ્યતા સાથે સમાધાન કદી થઇ શકે નહીં. અસ્પૃશ્ય તો છેલ્લામા છેલ્લો માણસ છે. તેને છોડીને કદી સમાધાન થઇ શકે નહીં. અસ્પૃશ્યતાને છોડીને ગ્રામદાન કરીશું તો સર્વોદય કદાપિ થશે નહીં. ગામ લોકો અસ્પૃશ્ય સાથે બસી જમે, હળે, મળે અને ભળી જાય એવો સર્વોદય વિચાર સમાજમાં લાવવાનો છે.

સંદર્ભ : કોડિયું મે ૧૯૭૧

Posted in મારાં લખાણો | Leave a comment

મનુભાઈ પંચોળી

મનુભાઇ પંચોળી : નોકરી માટે અમે ભણાવતા નથી.

પ્રવીણ, કે, મકવાણા, આચાર્યશ્રી,

આંગણકા પ્રાથમિક શાળા, તા : મહુવા, જિ : ભાવનગર. મો, ૯૪૨૮૬૧૯૮૦૯

pravinmakwana23@gmail.com.

મનુભાઇને કોઇક વાર વિદ્યાર્થીના વાલી પૂછતાં :” મારા દીકરાને નોકરી મળશે ?”

આ વાત સાંભળી મનુભાઇ રોકડુ પરખાવી દેતા. “ મળે પણ ખરી, ન પણ મળે,: અમે કાંઇ નોકરી માટે ભણાવતા નથી.”

“ તો પછે એમ શું કામ ભણે ? ખેતી તો અમારા ઘરે રહીનેય જોતાં જોતાં શીખી જાય.”

“ ના ,બાપા, નવી ખેતીની તમને ખબર નથી. એ નવી ખેતી શીખશે. એ તમારે માથે નહીં પડે, પોતાનો રસ્તો જાતે કરી લેશે.”

“ પણ તમે બીજું શું શીખવો છો ? ખેતીનું તો ઠીક, મારા ભાઇ; અહીં ઢેફાં ભાંગ્યાં કે ઘેર ભાંગ્યાં, છે તો બધુંય  સરખું.

આ સાંભળી મનુભાઇ કહેતા કે અમે શીંગડાં માંડતાં શીખવીએ છીએ.

મનુભાઇ ગામડાંના માણસને પેલી વાત કહેતાં કે બકરો બ્રહ્મા પાસે જઇને કહેતો કે મને કૂતરાં, નાર, માતાજી બધા ખાઇ જાય છે. હવે મારે બચવું કેમ ? તમે ઉપાય બતાવો ! પછી બ્રહ્માએ કહ્યું “ હું તો તારો દાદો છું ને ? તોય આ તારું કુણું કુણું રાંકડું મોઢું જોઇને મનેય મન થાય છે કે તને બે-ચાર બટકા ભરી લઉં !  તો જરા શીંગડા માંડતા શીખ. તને મેં શીંગડા શુ કરવા આપ્યા છે ?

બસ, બાપા અમે શીંગડા માંડતા શીખવીએ છીએ.

ગામડાના બાપા અને મનુભાઇની વાત સાવ સાદી પણ ઊંડા ભેદવાળી છે. આજના મા-બાપે શીખ લીધા જેવી છે. ગામડા કેળવવા માટે શિક્ષણની જરૂર છે. ગામડાનો વિદ્યાર્થી ગામને સુધારે એ વાત મનુભાઇના હૃદયે વસેલી હતી. ગામડાનો છોકરો ગામના લોકોનો કેસ લડે, અને તેને કોઇ છેતરી ન જાય તેવી કેળવણી મનુભાઇ આપવાની વાત કરતાં હતા. ફરી ગામડાને ધોવાતાં અટકાવવા એ જ વાત મનુભાઇ સૌને કહેતા હતા. વડીલોને સમજાવીને છોકરાને ભણાવવા માટે મોકલતા.

આજે બધા નોકરી પાછળ દોડે છે ત્યારે મનુભાઇનો આ વિચાર લોક હૈયે પહોંચાડવાની જરૂર છે. કમ્પ્યુટર અને દાતરડુ કે પાવડાના સમન્વયનું શિક્ષણ આપણે નવી પેઢીને આપવું પડશે.

Posted in મારાં લખાણો | Leave a comment

ડૉ. આંબેડકર: સંઘર્ષમય અને કઠોર પરિશ્રમ દ્વારા માનવમૂલ્યોની કેળવણી.

પ્રવીણભાઇ. કે મકવાણા

મુખ્યશિક્ષકશ્રી, આંગણકા પ્રાથમિક શાળા, તા, મહુવા, જિ, ભાવનગર.

“  શિક્ષિત બનો, સંગઠિત બનો, અને સંઘર્ષ કરો “ આ સૂત્ર આપનાર  સમગ્ર વિશ્વના મહામાનવ એટલે ડૉ.ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. તેમણે તા ૧૧/૯/૧૯૩૮ રવિવારે પૂણે ખાતે યોજાયેલા વિદ્યાર્થી સંમેલનમાં આપેલ પ્રવચન આપણને સૌને કેળવણી વિષયક તેમના વિચારોથી પ્રેરણા આપે છે.

“મારું જીવન તો હાલમાં ગામડાંમાં વસતા અભણ અને જુલમ – અત્યાચારથી ત્રસ્ત થયેલા લોકોની ફરિયાદો સાંભળીને તેમનું સુખદ નિવારણ કરવાની ચિંતામાં પસાર થઇ રહ્યું છે. તેના કારણે વિદ્યાર્થી વર્ગ તરફ જોઇએ તેટલું ધ્યાન આપવાનો મને અવસર મળતો નથી. તેથી હું વિદ્યાર્થીઓ તરફ દુર્લક્ષ સેવી રહ્યો છું એવી વાત કેટલાક લોકો ફેલાવી રહ્યાં છે. મારે મન સદાય વિદ્યાર્થીઓનું હિત સમાયેલું છે. “

પુસ્તકો મારે મન વ્યસન.

કોઇપણ એક કાર્ય વ્યવસ્થિત રીતે પાર ના પાડવું અને બીજા અનેક કામોમાં હાથ નાંખવો યોગ્ય નથી. હું રાજકારણ – સમાજ કાર્યમાં પરોવાયો છું. છંતા આજીવન  વિદ્યાર્થી જ છું. તેથી વિદ્યાર્થી જ વિદ્યાર્થીનો વિરોધી કેવી રીતે રહી શકે ? મારે જરૂરી અભ્યાસ માટે વારે ઘડીયે પુસ્તકો ખરીદવાનું દેવું છે. મારી શાખને કારણે મુંબઇની કોઇપણ પુસ્તકની દુકાનમાંથી હું પુસ્તક   ઉધાર લાવી શકું છું. આંબેડકર પોતે જ લખે છે કે મારા તરફ અસ્પૃશ્યતા એટલી હતી કે મારી સાથે કોઇ વાત કરવા પણ તૈયાર ન હતું મને સારી કંપની જોઇતી હતી છેવટે મેં પુસ્તકોને મારા મિત્ર બનાવી દીધા.     I used to leave the inn at about ten a.m. for the office , and return late at about eight in the evening , contriving to while away outside the inn as much time in the company of friends as I could. The idea of returning to the inn to spend the night therein was most terrifying to me, and I  used to return to the inn only because I had no other place under the sky to go for rest. In this big hall on the first floor of the inn there were no fellow  human beings to talk to. I was quite alone. The whole hall was enveloped in complete darkness. There were no electric lights, nor even oil lamps to relieve the darkness. The caretaker used to bring up for my use a small hurricane lamp. Its light could not extend  beyond a few inches.   આ દર્દ બાબાસાહેબનું હતું.  મારા જ્ઞાન પ્રાપ્તિના કાર્યમાં કદી પણ વિક્ષેપ પડવા દેતો નથી. મારે મન વિદ્યાની ઉપાસના એ મારું બહું મોટું વ્યસન બની ગયું છે. વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી અવસ્થામાં કેમ વર્તવું તે બાબતમાં હું મારા સ્વાનુભવના આધારે  કંઇક તો કહીશ. જે સમાજમાં છેલ્લા હજારો વરસો સુધી કોઇપણ જાતનું શિક્ષણ ન હતું. તે સમાજના પુષ્કળ લોકો હમણાં હમણાં યુનિર્વસિટીની પદવી લઇને બહાર આવતા જોઇને કોને સંતોષ ના થાય ?  પહેલા તો આપણા સમાજમાંથી બી.એ. ની પદવી મેળવનાર નામ મળતા જ ન હતા. થોડાંક  વર્ષ પહેલાં કૃષ્ણા જિલ્લામાં આપણા સમાજની એક વ્યક્તિ પ્રથમ બી.એ. પાસ થઇ હતી. તેના કારણે તે માણસ એટલી બધી પ્રસિદ્ધિ પામ્યો કે તેનું નામ માત્ર લખીને કાગળ લખી બી.એ. લખો એટલે ટપાલી તેને પત્ર પહોંચાડી દેતો. એટલુ બી.એ. લખવાથી સમાજમા તે જાણીતો બની જતો, પણ જો રમૂજમાં કહેવું હોય તો એમ કહી શકાય કે અત્યારે અહીં હાજર રહેલા લોકો વચ્ચે જો કાંકરી ફેંકવામાં આવે તો બી.એ. પાસ થયેલાને  જ વાગશે.

શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરો.

આજના જીવનસંઘર્ષની લડાઇમાં આગળ વધેલા લોકો કરતાં આપણે જો પાછા પડીશું તો આપણી સુરક્ષા નહીં રહે, કારણ કે આજે વિવિધ સ્થાન પર આગળ પડતા લોકો જ બેઠા છે. માત્ર બી.એ. પાસ થવાથી તમને નોકરી મળશે નહીં. માત્ર બુદ્ધિનો પ્રભાવ પાડી સફળ થવાશે નહિ. તમે જે શિક્ષણ મેળવ્યું છે તેના મૂલ્યોથી નવ નિર્માણ કરવું પડશે. અભણ મા- બાપના પેટે જન્મ લઇને જો બી.એ. થાવ તો અભિમાન રાખશો નહિ. આપણી ફરજનું ભાન રાખીને ધગશથી ભણો. હું સૌપ્રથમ બેરિસ્ટર થઇને આવ્યો ત્યારે મહારડા બેરિસ્ટર એવું કહીને મને હીન ગણતા હતા. મેં મારી યોગ્યતા સાબિત કરીને તેમના મોંઢા બંધ કરી દીધા હતા. જ્યારે આપણે સોનાના મૂલ્ય જેટલું કાર્ય કરીશું, ત્યારે ઇતર વર્ગના લોકો તે કાર્યને કથિરના મૂલ્ય જેટલું આંકશે. આપણે કોઇ પણ કાર્ય જ્યારે તેમના કરતા સો ઘણું સારું અને સાચું કરીશું ત્યારે તેમની બરાબરીમાં આપણી ગણતરી થશે. આ બધું કરવા સારું આપણામાં ભરપૂર આત્મવિશ્વાસ નિર્માણ કરવાની જરૂર છે.

આત્મવિશ્વાસની શક્તિ.

આપણે આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર કામ કરવુ જોઇએ. જેમ કુસ્તી રમવા માટે અખાડામાં ઉતરેલો પહેલવાન જો સામાવાળા પહેલવાનની જાંઘ પર થાપ મારીને કરાતા હોંકારા પડકારાથી ગભરાઇ જાય તો તેનાથી કાંઇ જ ન થઇ શકે. હું જે કરીશ તે થઇને જ રહેવાનું છે. અર્થાત્  કે હું બધું આત્મવિશ્વાસથી કહેતો હોઉં છું. મારું આવું કહેવાથી કેટલાંક લોકો મને અહંકારી કહી મારી નિંદા કરતા હશે, પણ આ હું મારા આત્મવિશ્વાસને આધારે કહું છું. હું પણ તમારી જેમ એક મહારબાઇના પેટે જન્મ્યો છું. ગરીબીની દ્રષ્ટિએ વિચારીએ તો આજના ગરીબોમાં યે ગરીબ વિદ્યાર્થી કરતા તે વખતે મને કોઇ સારી સગવડ અથવા ઇતર અનુકૂળતા નહોતી. મુંબઇના ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની ચાલીમાં દસ ફૂટ લંબાઇ અને દસ ફૂટ પહોળાઇની એ ખોલીમાં મા – બાપ ભાઇઓ સાથે રહીને એક પૈસાનું ઘાસતેલ વાપરીને અભ્યાસ કર્યો છે. એટલું જ નહીં પણ અનેક સગવડો અને સંકટોનો સામનો કરીને જો હું આટલું કરી શક્યો હોય તો તમને આજે ઘણી સાધન સામગ્રી મળી છે. તમે તેનો ઉપયોગ કરી અશક્યને શક્ય બનાવો. કોઇ પણ માણસ સતત કઠોર પરિશ્રમ અને મહેનતથી પરાક્રમી અને બુદ્ધિશાળી બની શકે છે. હું જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં ઇંગ્લેન્ડ હતો ત્યારે જે અભ્યાસક્રમ આઠ વરસે પૂરો થતો હતો તે અભ્યાસ મેં બે વર્ષ અને ત્રણ મહિનામાં સફળતાથી પૂરો કર્યો હતો. તેના માટે મારે રોજના ચોવીસ કલાકમાંથી અઢાર કલાક અભ્યાસ કરવો પડ્યો હતો. આજે પણ મારે ખુરશી પર રોજના વીસ કલાક કામ કરવું પડે છે. આજના યુવાનોને વ્યસનમાં ડૂબેલા જોઉં છું ત્યારે નારાજ થાવું છું. મને તો આ પાછલી ઉંમરે પણ કોઇ વ્યસન અભ્યાસ માટે કરવું જરૂરી લાગતું નથી. આત્મવિશ્વાસ એ એક દૈવી શક્તિ છે.

કઠોર પરિશ્રમથી જ યશ મળે.

માત્ર નવી પદવી મેળવવાથી જ્ઞાન કે અનુભવ મળતો નથી. પદવી એ કોઇ જ્ઞાન નથી. વિશ્વ વિદ્યાલયોની પદવીઓ અને બુદ્ધિમતાની વચ્ચે કોઇ સંબંધ નથી. જેમકે પંચમ જ્યોર્જ જ્યારે ૧૯૧૧ની સાલમાં હિન્દુસ્તાનમાં વિશ્વવિદ્યાલયોને લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી અને નિષ્ણાંત પ્રોફેસરોને બોલાવીને કામ સોંપવામાં આવ્યું. જે લોકો એમ.એ. પાસ કર્યુ હોય તેઓ જ આ વર્ગમાં હાજર રહી શકે. રામાનુજ નામનો ક્લાર્ક માત્ર મેટ્રિક પાસ હતો. તે મહિને વીસ રૂપિયા પગારથી નોકરી કરતો હતો. તેની પ્રબળ ઇચ્છા હોવાથી ગણિત નિષ્ણાંત દ્વારા વ્યાખ્યાન માટે પરવાનગી આપવામાં આવી હતી. રામાનુજે તે પ્રોફેસરના પાંચ- છ વ્યાખ્યાન સાંભળી પોતાની નોટમાં કંઇક લખતો હતો. આ જોઇ ગણિતના પ્રોફેસર ગુસ્સે થયા. કડક શબ્દોમાં ઠપકો આપ્યો. રામાનુજે સ્વસ્થતાથી કહ્યું, મહાશય આપ જે પ્રમેયો ભણાવી રહ્યા છો તે મેં મારી વિદ્યાર્થી અવસ્થામાં જ ઉકેલી નાખ્યા છે. મેં મારી નોટબુકમાં ઉકેલી નાખ્યા છે. જ્યારે આ મહાશય નોટબુક જુએ છે ત્યારે અચરજમાં પડી જાય છે. આ મહાશય ખુદ ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા વિભાગને પત્ર લખી જણાવે છે કે તમે આવા પારંગત વ્યક્તિને મહિને ૨૦ (વીસ) રૂપિયા પગાર આપી કારકૂન રાખો છો તે મોટું દુ:ખ છે. ગણિતના આ પ્રોફેસર આગળ જતાં રામાનુજને  વિલાયત લઇ ગયા. રામાનુજના અપ્રતિમ ગણિતના જ્ઞાનનો લાભ લેવા ભારે પગાર આપી વિદેશ લઇ ગયા અને પોતે આજીવન રામાનુજના વિદ્યાર્થી બની ગયા. આમ વિદ્યાર્થીએ સમજી લેવું જોઇએ કે આપણે બી.એ. પાસ થઇ ગયા એટલે આગળ ભણવાનું કશું બાકી રહેતું નથી એમ માનવું નહિ. સતત જ્ઞાન મેળવતા રહેવું જોઇએ.

ચારિત્ર્યનું મહત્ત્વ.

માનવીમાં જો ચારિત્ર્ય, નૈતિકતા ન હોય તો પ્રાપ્ત કરેલી તમામ વિદ્યા ફોગટ જાય છે. વિદ્યા તલવારની ધાર જેવી છે પણ એનો સઘળો આધાર તેને ધારણ કરવાવાળા પર અવલંબિત છે. કારણ કે અભણ માણસ કોઇને છેતરતો નથી. કોઇને કેમ છેતરવા એની તેને સમજ પડતી નથી. આપણે ભણેલા – ગણેલા લોકો પાસે બીજાને છેતરવાની ચતુરાઇ કે યુક્તિ- પ્રયુક્તિ હોય છે. આમ ભણેલા વ્યક્તિમાં જો શીલતા સદાચાર હોય તો તે બીજા માણસ સાથે લબાડાઇ કે છેતરામણી કરી શકે નહિ. આમ માણસમાં નૈતિકતાનું મૂલ્ય શિક્ષણ ખૂબ જ મહત્ત્વનું છે. ભણેલા- ગણેલા નૈતિકતાથી જીવન જીવે તે ખૂબ જ જરૂરી છે. વિદ્યાના શસ્ત્ર માટે શીલતા અને નૈતિકતા ખરો આધાર છે.

વિદ્યાર્થીજીવન અને રાજકારણ

વિદ્યાર્થીઓએ વિદ્યાનો ઉપયોગ માત્ર  પોતાના પેટ ભરવા પૂરતો ન કરવો જોઇએ. સ્પૃશ્ય સમાજની સરખામણીએ તમારી મુશ્કેલીઓ ઘણી વધારે છે. તમારે ભણી- ગણીને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. બધી રીતે તમારો માર્ગ કાંટાળો છે. કયા ઉપાયથી આ માર્ગ સહેલો બનાવી શકાય તે તમારે વિચારવું પડશે. આપણે બધાએ સંગઠન કરી એકતા ઉભી કરવી પડશે. સમાજમાં આ ભેદભાવની નગરીના કિલ્લામાં ક્યાંક તો તિરાડ પડ્યા વગર રહેવાની જ નથી. વિદ્યાર્થીઓએ વ્યક્તિગત સ્વાર્થ છોડી સંગઠન ઉભું કરવું પડશે. વ્યક્તિગત સ્વાર્થ છોડી સમાજના હિતને ધ્યાને લેવું જોઇએ. જો આપણે એક થઇ કંઇક કરીશું તો આપણા સમાજ પર હજારો વર્ષોથી થતા જુલમ- અત્યાચારોનું નિવારણ થઇ શકશે. આપણે આપણા શીલ, શિસ્ત, સંગઠન, દ્વારા સમાજની ઉન્નતિ કરવી જોઇએ.

ડૉ. આંબેડકરનું જીવન સમગ્ર ભારતમાં જ નહિ પણ વિશ્વના કરોડો દલિતો, પીડિતો, વંચિતો, શોષિતો માટે દિપક સમાન છે. તેમના વિચારો સમાજને વિકાસના માર્ગે લઇ જાય છે. કેળવણીની કેડીયે આંબેડકરજીનું જીવન અને વિચારો શ્રેષ્ઠતમ માનવમૂલ્યોને ઉજાગર કરે છે.

ડૉ. આંબેડકરજીના જીવન અને કવન માટે કવિ કુતુબ ‘આઝાદ’ ની કાવ્યપંક્તિઓ અર્પણ…. હજો…..

ઉકેલે છે ઘણાં મહેનત કરી અઘરી સમસ્યાઓ,

ઘણાં જોતા રહે છે જિંદગીભર હસ્તરેખાઓ.

નથી પુરુષાર્થ કંઇ કરતાં, નથી કરતાં પ્રયાસો કંઇ,

કરી શકતાં નથી સાકાર તેઓ કોઇ સ્વપ્નાઓ.

હશે જો ધ્યેય લોખંડી તો મંઝિલ પણ મળી જશે,

ભલેને માર્ગમાં કોઇ કરે કંટક પથારાઓ.

કસોટીનાં સમય ટાણે પરાયા કામ નહિ આવે,

બધા છે સ્વાર્થનાં સાથી અમારાને તમારાઓ.

પ્રભુને જ્યાંને ત્યાં શોધો નહીં દિલમાં વસે છે એ,

ધૂતારાઓ લઇ બેઠા છે ઇશ્વરનાં ઇજારાઓ.

કદી તૂફાનમાં મરશું તો સ્વાગત ભવ્ય થવાનું,

કિનારે લાશને મૂકી જાશે આવીને મોજાઓ.

પ્રવાહોને સમયનાં ઓળખી ‘આઝાદ’ જે ચાલે,

ગમે તે ક્ષેત્રમાં જઇને બને છે એ વિજેતાઓ.

અરુણાબહેન દેસાઇ : સ્ત્રીશિક્ષણ અને સામાજિક જાગૃતિના જ્યોતિર્ધર

પ્રવીણ, કે, મકવાણા, આચાર્યશ્રી,

આંગણકા પ્રાથમિક શાળા, તા : મહુવા, જિ : ભાવનગર. મો, ૯૪૨૮૬૧૯૮૦૯

pravinmakwana23@gmail.com.

          જીવનમાં અનેક નકારાત્મક શક્તિઓ ધસી આવતી હોય, અનિષ્ટો આવતા હોય પણ એક તસુ પણ હટ્યા વગર બહેનો માટે અવિરત લડતા યોદ્ધા એટલે અરુણાબહેન. પોતે નાની ઉંમરના હતા ત્યારે માતાનું મૃત્યુ થયું. પુષ્પાબહેન મહેતા પોતાને ત્યાં લઇ આવ્યા. એક દીકરીની જેમ તેનો ઉછેર કર્યો. બાળપણથી જ નિરાધાર, ઘરવિહોણા, ત્યક્તા, વિધવા, શારીરિક તેમજ માનસિક ત્રાસનો ભોગ બનેલી મહિલાઓના પ્રશ્નો હલ કરવા આ અરુણાબહેનના સ્વભાવમાં હતું. આ બધું પુષ્પાબહેન જોતા હતાં. પુષ્પાબહેનને અરુણાબહેનમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હતો. સંપૂર્ણ નિષ્ઠા અને કુનેહથી કામ લેવાની શક્તિ અરુણાબહેનમાં હતી.

          તા૨૧/૬/૧૯૪૫ના રોજ સુરેન્દ્રનગરના વઢવાણ મુકામે એક નાનકડા મકાનમાં ‘વિકાસ વિદ્યાલય’ ની શરૂઆત થઇ હતી. આ સમયે સૌરાષ્ટ્ર પ્રાંત અનેક દેશી રજવાડાઓમાં વહેંચાયેલ હતો. જ્યારે વિકાસ વિદ્યાલયનું કામ સંભાળ્યું ત્યારે સ્ત્રીઓના જીવન વિષયક અનેક પડકારો તેમની સામે મોઢું વકાસી ઉભા હતા. ખાસ કરીને કન્યાવિક્રય. પચાસથી સાઠ વર્ષના પુરૂષ સાથે બાર કે પંદર વરસની બાળા વેચી દેવાતી કે લગ્ન કરાવી દેવાતા હતા. ગરીબ મા-બાપને થોડા ઘણા રૂપિયા આપીને બાળાની ખરીદી કરી એને વેશ્યાબજારે વેચી દેવામાં આવતી. ઝાલાવાડ પંથકમાં સ્ત્રીઓ પરના જુલમ પર આંસુ લૂંછનારા માયાળુ માતા એટલે અરુણાબહેન.

            વઢવાણની ધરતી પર ચાળીસ જેટલી બહેનોને આશ્રય આપી, હુન્નરોની તાલીમ આપવાનું કેન્દ્ર શરૂ કર્યું. બહેનોને કોઇપણ રીતે સ્વાશ્રયી બનાવી સમાજમાં મોકલવાની ખેવાના અરુણાબહેન રાખતા હતા. વઢવાણ અને તેની આસપાસના પંથકમાં જ્યારે કોઇ સ્ત્રી પર જુલમ થઇ રહ્યો હોય ત્યારે બધુય પડતુ મૂકીને તેને છોડાવવા માટે દોડી જાય. તરછોડાયેલી કે ત્યક્તાને સંસ્થાએ શરણ આપ્યું હોય તો તેને ઉઠાવી જવાના કાવતરાઓ અને હુમલાઓ થાય. અરુણાબહેન કશાય ડર રાખ્યા વગર આગળ વધતા રહ્યા. વર્ષો વિતતાં ગયાં તેમ તેમ સંસ્થાનો વિકાસ થવા લાગ્યો. સંસ્થામાં શિશુગૃહ, છાત્રાલય, પ્રથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, શરૂ થઇ. પ્રાયમરી ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ, બી.એડ. કૉલેજ, ફાઇન આર્ટસ કૉલેજ, વગેરે શિક્ષણસંસ્થાઓ શરૂ થઇ. સમાજમાં બહેનો પગભર બની સ્વાશ્રયી બને તે માટે ઉદ્યોગગૃહો અને તાલીમ કેન્દ્રો પણ શરૂ કર્યા. આવી શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓથી ખાસ કરીને દલિત મહિલોનો કૌટુંબિક વિકાસ થયો છે. તેઓના વૈયક્તિક અને સામાજિક જીવનમાં પરિવર્તન આવ્યું છે.

         અરુણાબહેને સતત મહેનત અને નિષ્ઠાથી કામ કરીને વિકાસ વિદ્યાલયને ગુજરાતની એક આદર્શ શિક્ષણ અને સામાજિક સંસ્થા બનાવી છે. અરુણાબહેનની વિકાસ વિદ્યાલયને ઇ.સ. ૧૯૫૮માં રૂ. ૨૫૦૦૦/-નો પુરસ્કાર પ્રાપ્ત થયો. જે તમામ રકમ સંસ્થાના વિકાસ માટે વાપરવામાં આવી હતી. ઇ.સ. ૧૯૮૦માં ગુજરાત રાજ્ય સમાજ સુરક્ષા બોર્ડ દ્વારા બાળકલ્યાણ પ્રવૃત્તિઓ માટે પુરસ્કાર પ્રાપ્ત થયો. ઇ.સ. ૧૯૯૧માં રાજકોટના યંગમેન્સ ગાંધીઅન એસોસિએશન તરફથી રૂ.૨૫૦૦૦/-નો ચંપાબહેન ગોંધિયા એવોર્ડ મળ્યો. ઇ.સ. ૧૯૯૨માં માનવસંસાધન વિકાસ મંત્રાલયનો મહિલા-બાળકલ્યાણનો રૂ.૨૦૦૦૦૦/-પુરસ્કાર મળ્યો હતો. આ બધા પુરસ્કારો અરુણાબહેનની નિષ્ઠા અને શિક્ષણ-સામાજિક કાર્યોની ફલશ્રૃતિ છે.

        અરુણાબહેને તા.૧૬/૨/૨૦૦૭ના રોજ આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે નારીસેવાના એક યુગનો જાણે અસ્ત થયો હોય તેવી અનુભૂતિ સૌને થઇ. આમ સતત છ દાયકા સુધી અવિરતપણે સ્ત્રીજીવનનાં અંધારાને ઉલેચીને ઉજાસ પાથરનારા અરુણાબહેન કદી ભૂલાશે નહીં.

Posted in મારાં લખાણો | Leave a comment

અમૃતલાલ ઠક્કર

અમૃતલાલ ઠક્કર : હરીજનો અને આદીવાસીઓને કેળવણી અને સમાજસેવા.

પ્રવીણ, કે, મકવાણા, આચાર્યશ્રી,

આંગણકા પ્રાથમિક શાળા, તા : મહુવા, જિ : ભાવનગર. મો, ૯૪૨૮૬૧૯૮૦૯

pravinmakwana23@gmail.com.

ઠક્કર બાપા કહેતા કે “ આ તો રજનું ગજ થઇ ગયું. હું તો બહું નાનો છું અદનો સેવક છું મેં આજ સુધી સેવા અને મજૂરીનું જ કામ કર્યું છે. મારા પિતાજી તરફથી મને આની દીક્ષા મળી હતી. આજ લગી મારે હાથે જે કામ થયું છે એનું શ્રેય તો ગાંધીજીને આપવું જોઇએ. એમના તપનો જ આ પ્રતાપ છે.”

ઠક્કર બાપાએ તેમના પિતાને પત્ર લખીને કહેલું કે આપ, અનુમતી આપો તો નોકરીની જંજાળમાંથી મુક્ત થઇ હું મારો સમય દીન-દ્લિતોની સેવામાં વીતાવું. આવી સેવા ભાવનાને કારણે જ તેમને પ્રજા સેવામૂર્તિ ઠક્કર બાપા નામથી ઓળખવા લાગ્યા. ‘સર્વન્ટસ સોસાયટી ઓફ ઇન્ડિયા સોસાયટી’ ગોપાલકૃષ્ણ ગોખલેજીએ સ્થાપી હતી, પણ તેના સક્રિય કાર્યકર અને સ્વયંસેવક તરીકે જોડાયા.તા ૬-૨-૧૯૧૪ ઠક્કરબાપા આ સોસાયટીમાં જોડાઇ સાત પ્રતિજ્ઞાઓ લીધી જે ખૂબ જ જાણવા જેવી છે.

૧. સૌ પ્રથમ હું દેશનું ધ્યાન રાખીશ અને મારો સર્વોત્તમ અંશ દેશની સેવામાં જ અર્પિત કરીશ.

૨. દેશની સેવા કરતાં કોઇપણ રીતે વ્યક્તિગત લાભ ઉઠાવવાનો પ્રયત્ન નહીં કરું.

૩. બધા જ ભારતવાસીઓને હું મારા બાંધવ માનીશ.ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના હું બધાની ઉન્નતિ માટે કામ કરીશ.

૪. મારી અને મારું કુટુંબ હોય તો તેની દેખભાળની તમામ વ્યવસ્થા સોસાયટી જ કરશે. અથવા સોસાયટી જે વેતન નક્કી કરશે તેમાં જ હું સંતોષ માનીશ. મારા માટે રૂપિયા કમાવા મારી શક્તિનો જરાય વ્યય નહિ કરું.

૫. હું પવિત્ર વ્યક્તિગત જીવન જીવીશ.

૬. કોઇનીય સાથે હું અંગત સંઘર્ષ કે વિવાદમાં નહિ ઉતરું.

૭. મારી આંખ સામે “ સર્વન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટી “ નું ધ્યેય સદાય રહેશે. સંસ્થાના હિત અને પ્રગતિ માટે મારાથી જે કાંઇ બનશે તે બધું જ કરી છૂટીશ.

આમ, હવે તેમના જીવનનું કેવળ એક જ ધ્યેય હતું , દલિતો અને પીડિતો તથા દીનદુ:ખિયાઓની સેવા કરવી.

ઇ.સ. ૧૯૧૪ માં ઉત્તરપ્રદેશના મથુરામાં અતિવૃષ્ટિ દરમ્યાન લોકો તથા પશુઓની સેવા કરવા લાગી ગયા. મથુરાથી આવ્યાં બાદ મુંબઇ નગરપાલિકાના કર્મચારીઓની દેવામુક્તિ માટે સહકાર સમિતિની રચના કરી હતી. ઇ.સ. ૧૯૧૬ માં કચ્છ જિલ્લામાં દુષ્કાળ સહાયતા કાર્યનું આયોજન કર્યું. ઠક્કરબાપા માનતા કે દેશની રક્ષા માટે જેટલી જરૂર સૈન્ય-પોલીસ-તારટપાલ અને રેલવેની છે તેટલી જ જરૂરિયાત શિક્ષણની પણ છે. જમશેદપુરમાં મજૂરોને સસ્તા ભાવે ચીજો મળે તે માટે દુકાનો ખોલી. અનાજ-કાપડ સસ્તા ભાવે મળે તે માટે કામ ઉપાડી લીધું. કારખાનામાં કામ કરતા મજૂરો માટે ૧૨ (બાર) કરજદાત્રી સમિતિ બનાવી હતી. મજૂરોને આર્થિક તકલીફોમાંથી મુક્ત કરવા ઠક્કરબાપાએ લોહી પાણી એક કર્યા. ઇ.સ. ૧૯૧૮ માં પંચમહાલ જિલ્લામાં દુષ્કાળ પડવાને કારણે અનાજ અને ઘાસચારાની તંગી પડવા લાગી ત્યારે સરકારમાં જોરદાર રજૂઆતો કરીને પણ રાહતકામો શરૂ કરાવ્યા.

પંચમહાલના ભીલો તો ભોળા અને નિર્દોષ બાપાને લાગ્યાં. માત્ર વ્યસનોમાં ડૂબેલા રહેવાને કારણે દેવામાં લાગ્યાં. ગરીબ ભીલોનાં જીવતરમાં સુકાળ લાવવા માટે ઇ.સ. ૧૯૨૨ માં ભીલ સેવાકાર્ય મંડળની સ્થાપના કરી. આ મંડળ દ્વારા બાળકો માટે શાળા ચલાવવામાં આવી. અનાજ અને કપડા આપવામાં આવતાં. દારૂ નિષેધ અને ધાર્મિક પ્રેરણાદાયી વાર્તાઓની શિખામણ આપવામાં આવતી. સ્વયંસેવકોની ફોજ તૈયાર કરવામાં આવી. શાળા માટે મકાન ન મળતાં ઝાડની નીચે ભણાવવાનું શરૂ કર્યું. સરકારી ઇમારતમાં અને લુહારની કોડમાં બાળકોને ભણાવવાનું શરૂ રાખ્યું. આમ બાપાએ વિકટ સંજોગોમાં પણ કેળવણીની જ્યોત જલતી રાખી. દાહોદ અને ઝાલોદ પંથકમાં ચાર આશ્રમો અને આઠ પાઠશાળાઓ શરૂ કરી. મીરાખેડી આશ્રમશાળાના વાર્ષિકોત્સવમાં મુખ્ય મહેમાન સરદાર વલ્લભભાઇ પટેલ આવ્યાં હતા. તેમણે બાપા અને તેમના સ્વયંસેવકો દ્વારા શિક્ષણ કામગીરીને બિરદાવી હતી. ડાહ્યાભાઇ નાયક, સુખદેવભાઇ, પાંડુરંગ વણીકર, મંગળદાસ આર્ય, રૂપજી પરમાર વગેરે સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વગર ભીલોને શિક્ષણ આપવા માટે અથાક પ્રયત્નો કર્યા.

જ્યારે હરિજનોને સવર્ણો પોતાના કૂવે પાણી પીવા દેતા ન હતાં ત્યારે બાપાએ પૂર સંકટ નિવારણ સમિતિ દ્વારા પચાસ હજાર રૂપિયાના ખર્ચે એકસો ત્રીસ કૂવાઓ ખોદાવ્યા. હરિજનોને અખંડ દેશના અધિકારો મેળવવા માટે ‘ અસ્પૃશ્યતા નિવારણ સંઘ ‘ ની સ્થાપના કરીને તેમાં મંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી. આથી ગાંધીજીએ કહ્યું કે “ દેશ અને હિંદુ સમાજના ઇતિહાસની આ પળે હરીજનસેવા અતિ આવશ્યક છે. હિંદું જાતિએ સેંકડો વર્ષો સુધી અસ્પૃશ્યતા ચાલુ રાખીને જે પાપ કર્યું છે એનું એણે પ્રાયશ્ચિત કરવાનું છે. છેવટે બાપા ‘હરિજન સેવા સંઘ’ના કામમાં જોડાઇ ગયા. હરિજનયાત્રા વર્ધાથી નીકળી કાશીમાં સમાપન થઇ ત્યારે નાણાંની એક કોથળી રાખેલી. જેનો હિસાબ બાપા રાખતા. આ નાણાં હરિજનોનાં વિકાસ માટે વાપરવાનો ધ્યેય બાપાએ રાખ્યો હતો. ઇ.સ. ૧૯૪૪ માં બાપાએ ૭૫૦૦૦૦ ( પંચોતેર લાખ ) રૂપિયાની થેલી મહાત્મા ગાંધીજીને અર્પણ કરી.

આમ , બાપાએ આદિવાસી અને દલિતોના શિક્ષણ અને સમાજ સુધારા માટે કરેલાં કાર્યો કદી ભૂલાશે નહીં. આથી બાપાની ૭૧મી જન્મ જયંતિની ઉજવણી વખતે કહેલું કે “ બાપા બસો વર્ષ પૂરાં કરે. બાપાનો જન્મ તો દલિતોની સેવા માટે જ છે. પછી ભલે એ અસ્પૃશ્ય હો, સંથાલ હો કે ખાસી હો. એમની કદર કરવા આપણે દલિતોની થોડી ઘણી સેવા જ કરીએ છીએ. બાપાની સેવાથી જ હિંદુસ્તાન આગળ ધપ્યું છે.”

સંદર્ભ :  ૧. ઠક્કરબાપાનું જીવનચરિત્ર. લેખક – વિયોગી હરિ.

૨. ઠક્કરબાપા : લેખક-  કલ્પેશ પટેલ.

Posted in મારાં લખાણો | 1 Comment

સહયોગ

વેકેશનમાં થતું જીવન ઘડતર :એક નૂતન અભિગમ પીડિલાઈટ સહયોગી સંસ્થા ગ્રામ નિર્માણ અને આંગણકા પ્રાથમિક શાળા દ્વારા બાળકો માટે વેકેશન દરમિયાન એક બાળ ગ્રીષ્મ શિબિર આંગણકા શાળામાં યોજાઈ હતી. આ શિબિરમાં બાળકોને જીવન ઘડતર અને કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ શીખવવામાં આવેલ. જેમાં વૈજ્ઞાનિક રમકડાં જેવાં કે ગ્લાસ બૂમર , બલૂન ગન, ફૂગ્ગા રેકેટ, લોટ પોટ, બોટલ કાર, વગેરે ભાર વગરના ભણતરની પ્રવૃત્તિ શીખવાડવામાં આવી હતી. બહેનોને ઘરે ઉપયોગી એવાં ભરત ગૂથણકામ શીખવવામાં આવેલ. બાળકો વેકેશનમાં વાનગી શીખે અને ઘરકામ શીખે તેં માટે કાચી કેરીનું સરબત, ભેળ, વગેરે ની જીવન ઉપયોગી કેળવણી આપવામાં આવી હતી. બાળકોને વિવિધ દેશી રમતો તેમજ આધુનીક રમતો જેવી કે ફુગ્ગા ફોડ, ગાળીયા પસાર, મગજ કસો, ગોવર્ધન, કોની હરોળ લાંબી, બાળકોને મજા પડે તે રીતે શીખવવામાં આવી હતી. નાના નાના ઉદ્યોગ આધારિત રમકડાં જેવાં કે સ્ટીકર પર ફુલ, થ્રીડી જીવડું, વગેરે આનંદ પમાડે તેં રીતે શીખવવામાં આવેલ. વિવિધ પ્રકારની પઝલ્સ કે ટવેન્ટિ મેચ વગેરે આંનદમય રીતે રમત રમી શીખવાડેલ. બાળકો નકામા કાગળમાંથી વિવિધ પ્રકારના પ્રાણી અને પક્ષી ચિત્રો જેવાં કે કબૂતર, મોર, હંસ, માછલી વગેરે ઓરિંગામી પદ્ધતિ દ્વારા શીખેલ. આમ બાળકોને વેકેશનમાં પણ શાળાએ આવી જીવન વિકાસ માટે શિક્ષણ મેળવી ભાર વગરના ભણતરની ગુરૂચાવી મેળવી હતી. આંગણકા શાળાના બાળકો, વાલીઓ, ગામ લોકો, વગેરે આ પીડિલાઈટ અને ગ્રામ નિર્માણ સંસ્થાનો આ વેકેશન ગ્રીષ્મ શિબિર માટે આભારની લાગણી વ્યકત કરી સંસ્થા માટે ગૌરવ અનુભવે છે.

Posted in મારાં લખાણો | Leave a comment

મનુભાઇ પંચોળી

વ્યવહારવાદ : કેળવણી અને માનવીય મૂલ્યો.

પ્રવીણ.કે મકવાણા,

આંગણકા પ્રાથમિક શાળા, તા : મહુવા, જિ : ભાવનગર મો ૯૪૨૮૬૧૯૮૦૯

pravinmakwana23@gmail.com

શિક્ષણની વિવિધ પદ્ધતિનો વિચાર કરીએ તો વ્યવહારવાદની બહુ મોટી અસર છે. આથી મનુભાઇ પંચોળી વ્યવહારવાદને આખરે તત્ત્વજ્ઞાનની એક માનવીય ખોજ માને છે. તત્ત્વજ્ઞાનની ખોજ કરવાવાળા આખરે માણસો હોવાથી તેમણે તેમની રુચિ પ્રમાણે, સ્થળ અને કાળ પ્રમાણે નિર્ણયો આપ્યા હશે. આ નિર્ણયો આપ્યા કે બાંધ્યા તે સનાતન કે ત્રિકાલાબધિત ન હોઇ શકે.વ્યવહારવાદ આપણી ભૂમિકા પ્રમાણે સમજવા પ્રયત્ન કરવો જોઇએ. જો કોઇ સનાતન સત્ય હોય તો પણ આપણા મન, કે હૃદયમાં પડેલી માન્યતાઓ કે રૂઢીઓને છોડતા કદી પણ સંકોચાવું ન જોઇએ. દરેક માનવી દરેક જમાનામાં તેને સત્યો માની ચાલવાનું અર્થહીન છે. જૂના જમાનામાં વાપરવામાં આવતા ખેતી કે વાહંવ્યવહારનાં સાધનો વાપરતા નથી. આ સાધનો વાપરવાનો સંકોચ આપોઆપ છુટી જાય છે. માણસના મનની વેષપરિધાન કરીને પોતાને છેતરવાની શક્તિ પ્રચંડ છે. આ શક્તિને જોરે જે તાત્કાલિક હતું તેને ભલે આપણા પૂર્વજોએ સનાતન તરીકે મનાવી લીધુ હોય પણ તેમ છે નહીં.આમ આપણે સીધી રીતે જોઇએ તો મનુષ્ય કદી તટસ્થ કે નિરપેક્ષ પોતાની જાતથી અલગ રહીને જોવા સમજવાની શક્તિ ધરાવતો નથી. ફેરફાર થવાને કારણે જગતમાં સ્થિર કશું જ નથી. આપણામાંના ઘણા પરિવર્તન સ્વીકારતા નથી. આવા પરિવર્તન નહિ સ્વીકારનાર સામે મનુભાઇ પોતે વિરોધ નોંધાવતા અચકાતા પણ નહીં.

ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન તથા જીવશાસ્ત્રની ઘણીખરી શોધો આવી તટસ્થ વિશ્લેષણબુદ્ધિથી થઇ છે. આવા વૈજ્ઞાનિકો પોતાની પ્રયોગશાળામાં પેસે છે. ત્યારે પોતાના મનને ઘડીભર બહાર મૂકીને કામ કરતા હોય છે. સૂક્ષ્મદર્શક યંત્રમાંથી જે જુએ છે તે પોતાની ઇચ્છા કે તેના પ્રશ્નો પાસે જ જવું પડે તે હકીકત છે. આથી જહૉન ડ્યુઇ માનવીય સમાજ અને શિક્ષણ વચ્ચે અત્યંત ગાઢ સંબધ જુએ છે. વળી માત્ર સમાજ ટકી રહે તે નહિ પણ વિકાસમાં શિક્ષણ મદદરૂપ થાય તે જરૂરી છે. સમાજ રચના જ્યાં બદલવાની હોય ત્યાં શિક્ષણ પામેલ વ્યક્તિ તે બદલાવે તેવુ6 સાફ માને છે. વિકસતા સમાજની કલ્પનામાં જ ફેરફારની શક્યતા પડેલી છે. ફેરફાર કરવામા6 મોટામાં મોટું વિઘ્ન શિક્ષિત લોકો “ જૈસે થે “ માં માનતા થઇ જાય છે. આથી જહૉન ડ્યુઇની વિચારણા પ્રમાણે શિક્ષણનું કર્તવ્ય સમાજનો ભૂતકાળનો વારસો આપવાનો જ નથી. શિક્ષણનું કામ નવી પેઢીને જૂની પેઢીનો વારસો આપવાનું છે તે વાત અધૂરી લાગે છે. જો આવું થાય તો સમાજ જેવો છે તેવો જ રહે. સીધી રીતે વાયુવ કે પાણી પણ સ્થિર રહેતા નથી. ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કે ઇતિહાસ જોતા સમાજ સ્થિર રહેશે નહીં. સમય પ્રમાણે તેમાં ફેરફાર થવાના છે. આ ફેરફાર હિંસક કે કષ્ટદાયી કે અવ્યવસ્થિત એટલા માટે થાય છે કે શિક્ષણને આપણે માત્ર એક પેઢીએ બીજી પેઢીને આપવાના વારસારૂપે જ જોયું છે. તેથી જે શિક્ષિતો તૈયાર થાય છે તે સામાન્ય રીતે જે ઉત્તમ અને અવિચળ છે તેમ માને છે, છતાં ફેરફાર માંગતા બળો તો કામ કરતાં જ હોય એટલે ઘર્ષણ થયા સિવાય ન રહે. સતી પ્રથા, કે જે સ્વાધીન બુદ્ધિ અને વૈયક્તિક સ્વાતંત્ર્યનું મોજું પશ્ચિમમાંથી આવ્યું તે સામે તકી શકે તે શક્ય નહોતું, પણ જે શિક્ષણ પરંપરામાં આપણો ભદ્ર વર્ગ પસાર થયો તે બદ્ધ શિક્ષણ પરંપરા હતી – ને તેથી પરદેશીઓના રાજ્યબળે આ રિવાજ નીકળ્યો. આપને ત્યાં ગૃહ અને ગ્રામોદ્યોગ અનુભવ દ્વારા જ શીખવાતા હતા, પણ તેમાંથી શીખેલાઓ બદ્ધ પરંપરાની પેદાશ હતા. તેમને આ દેશમાં ઉદ્યોગ માટેની નવી નવી સંસ્થાઓ દાખલ કરવાનું સૂઝ્યું નથી. તે પણ પરદેશીઓએ કર્યું.

આથી જહૉન ડ્યુઇના મતે માત્ર અનુભવ કે કોયડાઓ આપીને શિક્ષણ આપવાથી શિક્ષણ ઉત્તમ થઈ જતું નથી. શિક્ષણ લેનારો ખુલ્લા મનવાળો બને, સારાસાર વિવેકવાળો થાય, જે બદલવાનું છે તેને બદલવાની પદ્ધતિઓ શોધવાની ચિત્તવૃત્તિવાળો બનતો જાય તે આખરી લક્ષ્ય છે. શિક્ષણ માત્ર શબ્દો દ્વારા નહિ પણ કોયડા ઉકેલ, કે અનુભવ દ્વારા આપવું વધારે હિતાવહ છે. અનુભવ અને કોયડા ઉકેલ પણ એવીરીતે અયોજિત કરી શકાય કે વિદ્યાર્થી પોતાના સમાજને અહોભાવે જોતો થઈ જાય. વિદ્યાર્થી બદ્ધ પરંપરામાં રહે. શિક્ષણ લેનારની સ્થિતિ અને ગતિ બંનેનું મૂલ્ય સમજવાની કળા હસ્તગત કરવી જોઈએ. માત્ર વારસો નહિ પણ વારસામાં રહેલા ગુણ અને દોષ બંનેને પોતાની તટસ્થ વિશ્લેષણબુદ્ધિથી જોઈને સારનું ગ્રહણ કરે, અસારને દૂર કરી શક્તિ મેળવે તે જ લક્ષ્ય છે. આથી વ્યક્તિની કેળવણી થશે ને સમાજમાં આંતરિક ઘર્ષણ વિના ફેરફાર થયા કરશે. આમ મનુભાઇ પંચોળીએ ખૂબ સચોટ અને સ્પષ્ટ રીતે કેળવણીની સફળતા વિશે કહ્યુ  : જે પહેલા અમૃત જેવી લાગે પણ પછીથી વિષ જેવી નીવડે તેને કહેવાય ખરી ? જે પહેલા કડવી અને અંતે મધુર લાગે તેને નિષ્ફળતા કહેવાય ખરી ?

સંદર્ભ :

  • કોડિયું અંક જુલાઇ : ૧૯૬૭
  • લાલજીભાઇનો પત્ર અને મનુભાઇનો પત્ર.

Posted in મારાં લખાણો | Leave a comment

ગિજુભાઈ બધેકા

ગિજુભાઇ બધેકા : અસ્પૃશ્યતા નિવારણ અને દલિત કેળવણી.
પ્રવીણભાઇ.કે. મકવાણા, આંગણકા પ્રા.શાળા, તા, મહુવા, જિ, ભાવનગર, ૩૬૪૨૯૫.
ગાંધીજી કહેતા કે “ અસ્પૃશ્યતા જીવે એના કરતાં તો હિન્દુ ધર્મ રસાતળ થઇ જાય એ હું વધારે ઇચ્છું. “ સામે પક્ષે આંબેડકરે એકવાર વિદ્યાર્થીઓને સંબોધતા કહેલું કે “ હું સૌપ્રથમ બેરિસ્ટર થઇને આવ્યો ત્યારે મહારડા બેરિસ્ટર ( અપમાનજનક ) એવું સંબોધી મને હીન બતાવીને આગળ પડતી જાતિના લોકો મને બેરિસ્ટર કહેતા હતા, પરંતુ મેં મારી યોગ્યતા સાબિત કરીને તેમના મોંઢા બંધ કર્યા હતાં. આમ ડૉ. આંબેડકરે કેટલી બધી અસમાનતાઓનો અનુભવ કર્યો હશેં તેનો ખ્યાલ અહીં આવી જાય છે. આમ વંચિત વર્ગને કેળવણી આપવી એ મહત્ત્વનું કાર્ય ગણાય છે. આથી ગિજુભાઇ પણ આ કાર્યને મહત્ત્વનું માની પ્રવાસે નીકળી પડતાં હતાં. પોરબંદર નજીક છાયા આશ્રમમાં બાલમંદિર ખુલ્લું મૂકવાનું આમંત્રણ મળતા ગિજુભાઇ બોલી ઉઠ્યા: ત્યાં તો મારે જવું પડશે ! પોરબંદર રાજ્યના દીવાનપદે ગિજુભાઇના બાલસખા ત્રિભુવન રાજા હતા. તે સમયે રૂઢિચુસ્ત સમાજને કારણે આભડછેટ વધુ હતી. હરિજન આશ્રમમાં જવું તે સમયે કેટલાક લોકોને ગમતું ન હતું. જ્યારે આભડછેટ વિશે ગિજુભાઇને ખબર પડી તરતજ કકળી બોલી ઊઠ્યા: કે “ આપણો લબાચો ઉઠાવો અહીંથી, ચાલો આશ્રમમાં, “
બાલમંદિરને જ્યારે ખુલ્લું મૂક્યું ત્યારે તેમણે કહ્યું “ આ બાલમંદિરની શારદા ભલે ચાર – પાંચ ચોપડી ભણેલી રહી, પણ તેણે મારી પાસે તાલીમ લીધી છે. આ બાલમંદિરને સાદાઇથી સમૃદ્ધ અને વધુ સુંદર બનાવ્યું છે. અહીં મોન્ટેસરી પદ્ધતિ લાવો. સાદી મોંન્ટેસરી પદ્ધતિનો મને અહીં અનુભવ થયો છે. અહીં શણિયાનાં આસનોને ચીથરાંની રંગીન કિનારોથી કલામય બનાવ્યાં છે. માટીની ભીંતને વાદળી રંગના પટ્ટાથી સુશોભિત બનાવી છે. હેમુભાઇએ પોતાની પીંછીથી સસલાં, તેમજ ખિસકોલાં દોરી સોનામાં સુગંધ મેળવી છે. આંગણામાં હાથે ઊઝેરેલ બગીચો છે. ખરી મોન્ટેસરી પદ્ધતિ સસ્તી છે. આ અધ્યાપનમંદિરમાંથી બોધપાઠ લીધા જેવો છે. મોન્ટેસરીએ મજૂર વર્ગમાં જીવન જીવતાં બાળકોમાંથી જ કેળવણી શરૂ કરેલી. આપણા જેવા ગરીબ દેશમાં આવા બાલમંદિરો જ રાષ્ટ્રવ્યાપી થઇ શકે. રાતે હરીજનવાસમાં ભજન સાંભળ્યા. બીજે દિવસે બરડાની મહેર સંસ્કૃતિ જોવા જાણવાં અધ્યાપનમંદિર સાથે ગામડાઓમાં ફર્યા. જાહેર સભામાં, ટાઉનહૉલના ચોગાનમાં મળેલા શહેરીજનોને ગિજુભાઇએ બાલસંદેશો આપ્યો. ગિજુભાઇ ગદ્ ગદ્ બની બોલ્યા : “ તમે મને સાત સાત ઘોડા ગાડીઓમાં ફેરવ્યો, રાજ્યનો મહેમાન બનાવ્યો, મહાજને બહેનોને સાચવી, શિક્ષણપ્રેમીઓએ પ્રેમથી નવાજ્યો, એ બધું કદાચ હું વીસરી જઇશ, પણ કાલે રાતે હરીજનવાસનાં એ ભજનો અને આશ્રમનાં બાળકોએ કરેલી અમારી સેવા અને મહેમાનગતિ ક્યારેય હું નહીં ભૂલું.” પછીના વરસે આશ્રમની પાંચ બાળઓ અને પાંચ કુમારોને ભાવનગર દક્ષિણામૂર્તિમાં ગિજુભાઇએ પોતાના નિવાસે ઉતારો આપ્યો. ગિજુભાઇએ જમતી વખતે કહ્યું : ‘ આજે બાલમંદિરના ચોગાનમાં આપણાં મોંઘા અતિથિઓ સાથે આપણે સમૂહ ભોજન લેશું. ‘ બાધા વર્તુળમાં ગોઠવાયા. વચમાં રંગોળી પૂરી ફૂલદાનીઓ મૂકી. કેળના પાનમાં વાનગી પીરસાઇ. ભોજન શરૂ કરતાં પહેલાં ગિજુભાઇ બોલ્યા : “ આટલાં બધા ભાઇ બહેનો , જેમાં કેટલાંક રૂઢીચુસ્ત વાતાવરણમાં ઉછર્યા છો, છતાં હરિજન બાળકો સાથે બેસી ભોજન લો છો, તે આનંદની વાત છે. હું પોતે ધન્યતા અનુભવુ છું.” બહેનોએ બાળકોને અક્ષતકંકુ કર્યા. ૧૩૧ રૂપિયાનો થાળ તેમને ચરણે ધર્યો. સૌ સાથે જમી, રમીને આનંદ કર્યો. આમ આ પ્રસંગ હરિજન બાળકો પ્રત્યે ગિજુભાઇનો પ્રેમ અને લાગણી સ્પષ્ટ જણાઇ આવે છે.
આમ ગિજુભાઇ માત્ર ભાવનગર દક્ષિણામૂર્તિના જ નહીં પણ સમગ્ર દલિતો, વંચિતોના હિતચિંતક કહી શકાય. રૂઢિચુસ્ત વિચારો ધરાવતા સમાજમાં પણ તેમણે અસ્પૃશ્યતા નિવારણનું ઉચ્ચતમ સમાજમૂલ્ય વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ થકી સમાજમાં લાવવા પ્રયાસ કર્યો હતો. ડૉ.. આંબેડકરની દલિત ઉત્થાનની ભાવના સાકાર કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. એક જંગમ વિદ્યાપીઠ, હરતી, ફરતી વિદ્યાપીઠ એટલે ગિજુભાઇ. સમાજમાં અસ્પૃશ્યતા નિવારણનું થકી સમાજને નૂતન મૂલ્યો સ્થાપિત કર્યા છે.
ગિજુભાઇની કેળવણીને સમગ્ર રીતે સમજીને ભાવિ ભૂલકાને શિક્ષિત બનાવીએ. “ A child is a complete person, has intellect, emotions, mind and understanding, has strengths and weakness and has likes and dislikes… Let us understand the emotions of the child.” આપણે સૌ સાથે મળી દલિત બાળકોને શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ આપી સમાજને સમરસ બનાવીએ.
સંદર્ભ સૂચિ.
(૧) બાલ શિક્ષણના પ્રણેતા ગિજુભાઇ –લેખક- રામનારાયણ પાઠક.
(૨) સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉ. બાબા સાહેબ આંબેડકર, લેખક- કિશોર મકવાણા.
(૩) THEORY AND PRINCIPLES OF EDUCATION. 13 THE EDITION- J.C.AGGARWAL.

Posted in Uncategorized | Leave a comment

પુસ્તક પ્રેમી પ્રતાપ પંડ્યા

મને થયું કે મારે કોઈક ઘેઘુર વડ.લા વિષે લખવાનું હોય કે જેની હજારો વડવાઈઓ લીલીછમ બનીને પાંગરી હોય તો હું શું લખું અને ક્યાંથી શરુ કરું? એટલું જ નહીં, પણ એ બધી વડવાઈઓને લીલીછમ રાખવા માટે વડલાએ પોતાના અંતરના અમી કેટલા અને કેવી રીતે સીંચ્યા હશે એના વિશે પણ લખવું જ જોઈએ, તો આ કામ બહુ કપરું છે. આખાયે ઘેઘુર વડલાને જેમ ન તો બાથ ભરીને હાથમાં ન ભરી શકાય, બિલકુલ એવી જ રીતે, કે, જેમ આકાશની અનંતતાને આંખોમાં સમાવી ન શકાય! વડીલબંધુ પૂજ્ય પ્રતાપભાઈ પંડ્યા માટે લખવા બેઠી છું તો થાય છે કે આકાશની અનંતતા સમા, એમના ચેતોવિસ્તારને અને વડલાની શીળી છાંય લહેરાવતી એમની હયાતીને, હું કેટલાયે પાનાં ભરીને લખું તોયે અસરકારક રીતે આલેખવા અસમર્થ છું. તો, પૂ. વડીલબંધુ પ્રતાપભાઈ પંડ્યા વિષે જે પણ લખું તે વાંચતી વખતે આ મર્યાદાને ધ્યાનમાં લઈને આપ સહુ વાંચો એ જ વિનંતી કરું છું.
પૂ. મોટાભાઇ, પ્રતાપભાઈનો પ્રથમ પરિચય મને ૨૦૧૧-૨૦૧૨માં, ફિલાડેલ્ફિયામાંથી પ્રકાશિત થતાં “ગુર્જરી’ની પચીસમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે, બે એરિયામાં, વિનુ અને મેં યોજેલા પ્રોગ્રામમાં, ભાઈશ્રી મહેન્દ્રભાઈ મહેતા થકી થયો હતો. અમારા પરમ મિત્ર, શ્રી કિશોર દેસાઈના “ગુર્જરી”ના પ્રથમ અંકથી જ હું આ સામયિક સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલી રહી છું અને એની સિલ્વર જ્યુબિલી મારા માટે ગૌરવની વાત હતી અને આજે પણ છે. આજે, એ વાતને લગભગ સાત વર્ષોના વહાણા વીતી ગયા છે અને દરેક વહી જતાં વરસની સાથે મને પ્રતાપભાઈના બહોળા ને સ્નેહાળ પરિવારનો સુખદ અનુભવ થતો રહ્યો છે. હવે તો પૂ. પ્રતાપભાઈ અને પૂ. રમાભાભીના ઔદાર્યએ મને એમના પરિવારમાં પ્રેમથી, નાની બહેન તરીકે સમાવી લીધી છે. પૂ. પ્રતાપભાઈ વિષે, એમના તકલીફો સભર શૈશવ, મુગ્ધવય ને જુવાનીના વર્ષો તથા આ બધી જ વસમી પરિસ્થિતિમાંથી “સોમાંથી સોંસરવા” નીકળીને દીવાદાંડી જેવા જીવન વિષે બ્લોગોમાં, અનેકાઅનેક મેગેઝીનોમાં, અને પુસ્તકોમાં ખૂબ ખૂબ લખાયું છે અને લખાતું રહેશે. છેલ્લાં થોડાક વર્ષો- બે એક દાયકાથી આદરણીય પૂ. પ્રતાપભાઈને, એમના ગુજરાતી સાહિત્યમાં કરેલા અનોખા પ્રદાન બદલ, દેશ-વિદેશની અનેક નામી સાહિત્ય સંસ્થાઓએ એમની ગરિમાને ઉજાગર કરતાં કેટલાયે સન્માન સમારંભો અને ખૂબ જ પ્રતિષ્ઠિત, અનેક એવોર્ડસથી નવાજ્યા છે. આ બધાના મૂળમાં “પુસ્તક-પરબ”ની અનોખી યોજના રહી છે, જે ફક્ત એક સાચા શિક્ષક જ વિચારી શકે! આ પ્રવૃત્તિનો આરંભ મુરબ્બીશ્રી પ્રતાપભાઈ અને રમાભાભીએ પોતાના પેન્શનની પાઈ-પાઈ આપીને કર્યો હતો. એમણે ભારતના અને વિદેશોના, સીમેન્ટ-કોંક્રીટના શહેરોમાં અને નાના ગામોમાં “પુસ્તક પરબ”નો એક તુલસીનો છોડ રોપ્યો. આજે તો “પુસ્તક પરબ”ના અનેક તુલસીના ઉપવન દેશ-વિદેશના નાનામોટા અનેક શહેરોમાં મઘમઘી રહ્યાં છે. “પુસ્તક-પરબે” સેંકડો ગુજરાતીઓને વાંચનના પિયુષનું માત્ર પાન જ નથી કરાવ્યું, પણ, આ અમૃતને પચાવતાં કર્યા છે એટલું જ નહીં, પણ વિચારતાં અને લખતાં કર્યા છે, જેનો પુરાવો અમેરિકામાં, બે એરિયામાં ચાલતી “બેઠક” નામની સંસ્થા છે. આ “બેઠક” એટલે “પુસ્તક-પરબ” ની સર્જનમાં વિસ્તરેલી અને વિકસેલી પ્રવ્રુત્તિ, જેનો પાયો પૂ.પ્રતાપભાઈની મદદથી બહેનશ્રી પ્રજ્ઞા દાદભાવાળાએ ચાર વરસ પહેલાં નાખ્યો હતો. આમ, પૂ. પ્રતાપભાઈના માનસ સંતાન સમી “પુસ્તક-પરબ”ના ગુજરાતી ભાષાની જાળવણી માટેના પ્રદાનની ઐતિહાસિક સિદ્ધિના વ્યાપ આવનારી અનેક પેઢીઓ સુધી વિસ્તરેલો રહેશે, આથી જ એને માત્ર આજના પરિપેક્ષ્યમાં મૂલવવું શક્ય જ નથી. આવનારી પેઢી જ્યારે ગુજરાતી ભાષાના ઇતિહાસનું પરિક્ષણ કરશે ત્યારે “પુસ્તક-પરબ”ની નોંધ લેવી જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સાથે એક બીજી વાત, વડીલબંધુ પૂ. પ્રતાપભાઈએ પોતે પણ અનેક પુસ્તકો લખીને ગુજરાતી સાહિત્યને માતબર કર્યું છે. મેં એમનું “વેદવાણી” પુસ્તક વાંચ્યું ત્યારે મને થયું કે આ એક પુસ્તક જ મુરબ્બી શ્રી પ્રતાપભાઈ પંડ્યાને ગુજરાતી ભાષાના “સંવર્ધન યજ્ઞ”ના હોતા બનાવવા માટે સક્ષમ છે.
આજે, જ્યારે મને પૂ. મોટાભાઇ, પ્રતાપભાઈ માટે લખવાનું કહેણ આવ્યું તો મને મૂંઝવણ થઈ કે આવા વિશાળ વ્યક્તિત્વ ધરાવનારા માટે હું ક્યાંથી લખવાનું શરૂ કરું? પછી મેં નક્કી કર્યું કે મારે એમના અને પૂ. રમાભાભીના જીવન-કવનના એક અનોખા પાસા વિષે લખવું છે. આ પાસું છે બેઉની સચ્ચાઈભરી સહજતા અને સહજતાભરી સચ્ચાઈ. બેઉ પતિ-પત્ની આજીવન શિક્ષક રહ્યા અને એ પણ – resourceful – એટલે કે સાધન-સંપન્ન શહેરોમાં નહીં પણ જ્યાં સાદી વીજળીથી માંડી, ચોખ્ખા પીવાના પાણીની પણ અછતવાળા, ગુજરાત-સૌરાષ્ટ્રના નાના ગામડાઓમાં! તો, આવા સંજોગોમાં, જરા વિચાર કરો કે, આ વિદ્યા-વ્યાસંગી યુગલે કેટલા બધા જતન અને લગનથી પોતાના વિદ્યાર્થીઓને ભણાવ્યા હશે! અને એટલું જ નહીં, પોતાના સંતાનોને પણ એટલા જ જતન અને લગનથી ભણાવ્યા, લાયક બનાવ્યા, જેથી પોતાના અગણિત વિદ્યાર્થીઓની જેમ પોતાના સંતાનો પણ સફળ કારકિર્દીની સાથે, સારા ને સાચા માનવી બને. આ સાથે, પોતાના બહોળા અને સમસ્ત પરિવારને માટે પણ આ દંપતી સદૈવ તન, મન અને ધનથી હાજર રહ્યા અને આજે પણ છે. આ બઘું એ જ માનવી કરી શકે જેને જિંદગી સાથે ઘરોબો હોય, એટલું જ નહીં આ ઘરોબો સદા સારુ રાખવા માટે અંતરની શાતા અને સચ્ચાઈ હોય, જે પ્રભુકૃપા વિના શક્ય જ નથી!
પૂ. પ્રતાપભાઈનું વ્યક્તિત્વ માભાવાળું અને પ્રભાવશાળી, પણ મોઢા પર, બધાને પોતાના કરી લે, એવું એક આછું સ્મિત સદા રહે. એમનું હ્રદય તો માખણથીયે નરમ અને રેશમથી પણ મુલાયમ. એમની પાસે કોઈ પણ વ્યક્તિ મુસીબત અથવા તો, કોઈ પણ કલ્ચરલ પ્રોગ્રામ કે કોઈ કામ કે પૈસાની જરુરિયાત માટે જાય, તેને મેં કોઈ દિવસ ખાલી હાથે આવતા જોયા નથી. એક દિવસ, મેં એમને પૂછ્યું કે, “આપ આટલા મોટા પરિવાર અને સહકર્મીઓ સાથે આટલી મમતા અને સમતાથી સદા કેમ વર્તી શકો છો?” તો, મને એમણે કહ્યું હતું તે સદા સારુ મારા મનમાં અંકિત થઈ ગયું છે. એમણે મને કહ્યું હતું, “બેન, આપણે કદી ગાઠો બાંધવી નહીં, ગાંઠો છોડવાની ઉમર હોય કે ન હોય. મારે પણ હંમેશાં આ યાદ રાખવું પડે છે. આપણા વિચારોના વિરોધીઓ ભલે હોય પણ કદી એ વિરોધીઓ માટે મનમાં ફેર લાવવો નહીં. આપણું કામ ચૂકાદા કરવાનું નથી, પણ, જ્યાં આપણી જરુર હોય ત્યાં થાય એટલી મદદ કરવા માટે ઈશ્વરે આપણને અહીં મોકલ્યા છે, એ ભૂલવું નહીં. બીજું, જેણે આપણા માટે સદભાવ રાખ્યો હોય એનો ગુણ કદી ભૂલવો નહીં. બસ, આ યાદ રાખી, આપણું કામ કરતાં રહેવું!” સરળ અને કોમળ હ્રદયાના રમાભાભીના સતત સાથને કારણે, પૂ. પ્રતાપભાઈ પણ આટલી સહજતા અને સચ્ચાઈથી આજીવન રહી શક્યા છે, એટલું જ નહીં, પણ, જ્ઞાનનો યજ્ઞ અવિરત ઉદીપ્ત રાખી શક્યા છે.
કહેવાય છે કે ખોટો સિક્કો બેઉ બાજુથી એક સરખો હોવાને કારણે ખોટો હોય છે. કદાચ, માણસ અને સિક્કામાં આ ધરમૂળનો ફરક છે, કારણ, માણસ જેવો અંદર છે એવો જ બહાર હોય તો જ એ સાચો કહેવાય છે. આ દ્રષ્ટીએ જોઈએ તો વડીલબંધુ પ્રતાપભાઈ સો ટચ સોનાના, બેઉ બાજુ એક જ છાપના સિક્કા જેવા છે. એમના જેવા વડીલ અહીં બે અરિયામાં અમારી સાથે છે એને અમે સહુ અમારું સદભાગ્ય સમજીએ છીએ. પૂ. પ્રતાપભાઈએ મને નાની બહેન માની છે એને હું મારું સદભાગ્ય સમજું છું. લોહીના સંબંધથીયે અદકો આ સંબંધ બાંધીને, પૂ. રમાભાભીએ અને પૂ. પ્રતાપભાઈએ મને, એમના બહોળા પરિવારમાં સમાવી લીધી છે એ બદલ હું ઈશ્વરનો આભાર માનું છું. મને લાગે છે કે કોઈક તો પાછલા જન્મોના પુણ્ય છે જેથી જ વડીલબંધુ અને ભાભીનો વરદ હસ્ત મારા માથે છે.
મને ક્યારેક થાય છે, આ માણસ સાચે જ, કઈ માટીથી ઘડાયા છે, કે જે, અનેક મુશ્કેલીઓ સામે લડીને ‘એકલો જાને રે” ની ખુમારીથી જીવન સંગ્રામમાં, ધર્મપત્ની પૂ. રમાભાભીના સાથ લઈ, નિભાવી, પોતે તો જીતીને આગળ આવે છે પણ એ સાથે, અનેક વિદ્યાર્થીઓને, પોતાના સંતાનોને અને બહોળા કુટુંબને પોતાની સાથે પ્રગતિ અને સફળતાને રસ્તે ઊર્ધ્વગામી બનાવે છે! આ માણસ, કોઈ પણ નાનામોટાના ભેદભાવ વિના, સૌને જરુરિયાત પ્રમાણે મદદ કરે છે, એટલું જ નહીં પણ પોતાના અને પોતાની પત્નીના પેન્શનની એકેએક પાઈ, ગુજરાતી ભાષાની જાળવણી માટે, દેશ-વિદેશમાં વાચન-યજ્ઞ આદરે છે એ સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ૮૦ વરસની ઉંમરે પણ, તન, મન અને ધન સાથે યુવાનોને શરમાવે એવા ઉત્સાહથી ભાગ લે છે. આ માણસ પારકાને પોતાના કહે, ત્યારે કોઈ પણ છોછ વિના, એમને સુખ-દુખમાં ભાગીદાર બનીને, પોતાના બહોળા કુટુંબમાં સમાવી લે છે, પોતે લખે પણ છે અને અનેકોને લખવા માટે પ્રેરણા પણ આપે છે, પોતે સહજતાથી અને અંતરની સચ્ચાઈથી, ખુલ્લેઆમ જીવી જાણે છે! સાચે જ, કઈ માટીથી ઘડાયા છે, મારા વડીલબંધુ, પૂ. પ્રતાપભાઈ પંડ્યા?
અસ્તુ!

Posted in Uncategorized | Leave a comment

વેકેશનમાં જીવન ઘડતર

પીડિલાઈટ સહયોગી સંસ્થા ગ્રામ નિર્માણ અને આંગણકા પ્રાથમિક શાળા દ્વારા બાળકો માટે વેકેશન દરમિયાન એક બાળ ગ્રીષ્મ શિબિર આંગણકા શાળામાં યોજાઈ હતી. આ શિબિરમાં બાળકોને જીવન ઘડતર અને કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ શીખવવામાં આવેલ. જેમાં વૈજ્ઞાનિક રમકડાં જેવાં કે ગ્લાસ બૂમર , બલૂન ગન, ફૂગ્ગા રેકેટ, લોટ પોટ, બોટલ કાર, વગેરે ભાર વગરના ભણતરની પ્રવૃત્તિ શીખવાડવામાં આવી હતી. બહેનોને ઘરે ઉપયોગી એવાં ભરત ગૂથણકામ શીખવવામાં આવેલ. બાળકો વેકેશનમાં વાનગી શીખે અને ઘરકામ શીખે તેં માટે કાચી કેરીનું સરબત, ભેળ, વગેરે ની જીવન ઉપયોગી કેળવણી આપવામાં આવી હતી. બાળકોને વિવિધ દેશી રમતો તેમજ આધુનીક રમતો જેવી કે ફુગ્ગા ફોડ, ગાળીયા પસાર, મગજ કસો, ગોવર્ધન, કોની હરોળ લાંબી, બાળકોને મજા પડે તે રીતે શીખવવામાં આવી હતી. નાના નાના ઉદ્યોગ આધારિત રમકડાં જેવાં કે સ્ટીકર પર ફુલ, જીવડું, વગેરે આનંદ પમાડે તેં રીતે શીખવવામાં આવેલ. વિવિધ પ્રકારની પઝલ્સ કે ટવેન્ટિ મેચ વગેરે આંનદમય રીતે રમત રમી શીખવાડેલ. બાળકો નકામા કાગળમાંથી વિવિધ પ્રકારના પ્રાણી અને પક્ષી ચિત્રો જેવાં કે કબૂતર, મોર, હંસ, માછલી વગેરે ઓરિંગામી પદ્ધતિ દ્વારા શીખેલ. આમ બાળકોને વેકેશનમાં પણ શાળાએ આવી જીવન વિકાસ માટે શિક્ષણ મેળવી ભાર વગરના ભણતરની ગુરૂચાવી મેળવી હતી. આંગણકા શાળાના બાળકો, વાલીઓ, ગામ લોકો, વગેરે આ પીડિલાઈટ અને ગ્રામ નિર્માણ સંસ્થાનો આ વેકેશન ગ્રીષ્મ શિબિર માટે આભારની લાગણી વ્યકત કરી સંસ્થા માટે ગૌરવ અનુભવે છે.

Posted in Uncategorized | Leave a comment